આ બ્લોગમાં આપનું સ્વાગત છે.
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2012

સ્વાર્થ માટે સહુ સગા થયે છે

સ્વાર્થ માટે સહુ સગા થયે છે ;
સંબંધ ના નામે દગા થયા છે ;
ક્યાં નિભાવે છે આજે દોસ્તી કોઈ ;
દોસ્તો તો સાવ બેવફા થયે છે ;
કરે જે સંકલ્પ સાથે રહેવાનો ;
ઈજ જલ્દી જુદા થયા છે ;
બનીને આવે છે ઇન્સાન ખુદા ;
અહીં આવીને ક્યાં કોઈ ખુદા થયા છે ;
ઘણા યુગો થી રામ ગયા ને ;
રામ ના નામે આજે રાવણ બધા થયા છે ;
કરી નથી વફા દોસ્તો ઇયે કડી વરસો થી ;
ને કહે છે આજ તો વફા છે ;
આ જ ઇન્સાફ છે પ્રભુ તારો ;
કે અહીં ગુન્હેગારો ને નહિ ;
‘નિર્દોષ ’ ને સજા થયે છે …

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો